૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિન, જિલ્લો ડાંગ
-
વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે ડાંગ જિલ્લાનો 'શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ':

-
સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, આહવા ખાતે યોજાશે કાર્યક્રમ :
-
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૪: રાજ્યના શિક્ષણ વિભાગ પ્રેરિત, અને ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા, તા.૫મી સપ્ટેમ્બર-શિક્ષક દિન નિમિત્તે, શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ છે.
સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-આહવા ખાતે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત આ સમારોહમા, અતિથિ વિશેષ તરીકે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા શ્રીમતી બીબીબેન ચૌધરી, ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, તેમજ મહેમાનશ્રીઓમાં આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત ઉપસ્થિત રહેશ.
ભારતમાં દર વર્ષે તા.૫મી સપ્ટેમ્બરના રોજ, ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે 'શિક્ષક દિન'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો યોજીને પસંદ કરાયેલ શાળાના સારસ્વતોને, શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન પણ આપવામાં આવે છે.
ડાંગ જિલ્લામાં તાલુકા કક્ષાએ કુલ પાંચ શિક્ષકોની આ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં (૧) શ્રીમતી સંધ્યાબેન ધનસુખભાઇ ગામિત, ઉપ શિક્ષક, પ્રા.શાળા ચિંચલી, (૨) શ્રી સતિષકુમાર જીતેન્દ્રભાઇ ગોહિલ, મુખ્ય શિક્ષક, પ્રા.શાળા, ડોન, (૩) શ્રી ગણેશભાઇ બુધ્યાભાઇ માવચી, પ્રા.શાળા ટીમ્બરથવા, (૪) શ્રીમતી જ્યોતી રમેશભાઇ ચૌહાણ, પ્રા.શાળા બરડીપાડા, અને (૫) શ્રી મનિષભાઇ છોટુભાઇ પટેલ પ્રા.શાળા, સાવરખડી સહિત, જિલ્લા કક્ષાએ કુલ ચાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
જેમાં (૧) શ્રી જયેશભાઇ દીનુભાઇ પટેલ, ઉપ શિક્ષક, પ્રા.શાળા, કોસમાળ, (૨) શ્રીમતી અમૃતાબહેન પુનાભાઇ પટેલ, મદદનીશ શિક્ષક, સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વઘઇ, (૩) શ્રીમતી ફાલ્ગુનીબેન ચંદુભાઇ પટેલ, મદદનીશ શિક્ષક, સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, સારકપાતળ, અને (૪) શ્રી ભાવેશકુમાર હેંમતકુમાર ખડગે, પ્રા.શાળા, ચિકટીયા. આ તમામ પસંદ કરાયેલ શિક્ષકોને આહવા ખાતે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડથી સન્માનિત કરાશે.
ઉપરાંત, ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા-આહવાના શિક્ષિકા સુશ્રી બીજુબાલા પટેલની, માધ્યમિક વિભાગમાંથી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થવા પામી છે. જેને રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે.
Gujarat Information CMO Gujarat Vijaybhai Patel Kuvarji Halpati Bhupendra Patel PMO India Dhaval Patel DDO Dangs Praful Pansheriya Manojsinh Khengar Narendra Modi
Comments
Post a Comment