દાહોદ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા એપ્રેન્ટિસશિપ ભરતી મેળો અને અનુંબધમ નામ નોંધણી કેમ્પ અને સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર અને અનૂબંધમ-એન.સી.એસ. નામ નોંધણી કેમ્પ યોજાયો

 

દાહોદ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા એપ્રેન્ટિસશિપ ભરતી મેળો અને અનુંબધમ નામ નોંધણી કેમ્પ અને સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર અને અનૂબંધમ-એન.સી.એસ. નામ નોંધણી કેમ્પ યોજાયો


દાહોદ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા સરકારી પોલીટેકનીક કોલેજ, દાહોદ, ઝ।લોદ રોડ ખાતેરોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળો, સ્વ રોજગાર શીબીર તેમજ અનુંબધમ - એનસીએસ નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું.


આ કેમ્પ દરમ્યાન દાહોદ,ગોધરા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા જિલ્લાના ખાનગી ક્ષેત્રના ૯   નોકરીદાતાઓ દ્વારા હાજર રહીને આઈ.ટી.આઈ. (ઓલ ટ્રેડ ) અને ધોરણ -૧૦ /૧૨ પાસ /  ડિપ્લો, GNM/ B.sc નર્સિંગ, BA , B.com, B.sc ,B.R.S/M.R.S જેવી ૩૯૫ જેટલી ટેકનીકલ – નોન ટેકનીકલ જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ લેવામા આવ્યા હતા.

જેમાં ૨૮૭ ઉમેદવારોએ ભાગ લીધો હતો અને ૭૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી  કરવામા આવી હતી. ભરતી મેળામાં રોજગાર કચેરીના અધિકારી - કર્મચારીઓ દ્વારા રોજગાર કચેરી રોજગારલક્ષી યોજનાઓ, સ્વરોજગાર, નિવાસી તાલીમ તેમજ અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવામા આવ્યુ હતું.

૦૦૦






Comments