Dang news ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક યોજાઇ :

Dang news ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક યોજાઇ :


(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૭: ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લા પંચાયત કચેરી આહવાના સભાખંડમાં સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી. 

જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ સામાન્ય સભાની બેઠકમાં ગત મિટીંગની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. તેમજ ગત સભાની કાર્યવાહી નોંધની થયેલ નિર્ણયની અમલવારી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. 

તેમજ ડાંગ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. સાથે જ ૧૫માં નાણાપંચ અંતર્ગત જિલ્લા કક્ષાના વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ના આયોજનમાં લીધેલ કામો જે રદ થયેલ હોય તેવા કામોને મંજુરી આપવામાં આવી હતી. 

ડાંગ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાના ઓરડાં બાબતે ત્વરિત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા, સાપુતારા ખાતે પંચાયત વિભાગની જમીન અંગે નિર્ણય લઇ વિકાસની દિશામાં હાથ ધરવા તેમજ જિલ્લા પંચાયતના દરેક વિભાગો દ્વારા પોતાના હસ્તક આવતી જમીનની વિગતો મેળવી લેવા અંગે વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ આ બેઠકમાં જણાવ્યું હતુ. 

આ સાથે જ ડાંગ જિલ્લાના તમામ જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ પોતાના મત વિસ્તારમાં આગણવાડી, ચાવડીના મકાનોનો સર્વે કરી જર્જરીત હાલતમાં હોય તો તેની વિગતો રજુ કરવા જણાવ્યું હતુ. 

આ બેઠકમાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી ભરતભાઇ ભોયે, સહિત જિલ્લા પંચાયતના તમામ જિલ્લા સદસ્યો, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ સહિત જિલ્લા પંચાયત શાખાના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Comments