ડાંગ ડુંગરે કાર્યરત વિવિધ કચેરીઓના અધિકારી, કર્મયોગીઓએ પોતાની કચેરીએથી લીધી ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’
વિકાસ સપ્તાહ ઉજવણી, જિલ્લો ડાંગ
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૮: શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭મી ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, ગુજરાતની ૨૦૦૧થી ૨૦૧૪ અને ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામા, જનભાગીદારીને જોડીને તા.૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવણી કરવામા આવી રહી છે.
આ ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાની કલેક્ટર કચેરી સહિત વિવિધ વિભાગો દ્વારા પોતાની કચેરીઓમા 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લેવામા આવી હતી. ડાંગ જિલ્લામા જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાખા/વિભાગો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, કાર્યપાલક ઇજનરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, કુટીર ઉધ્યોગ, જિલ્લા માહિતી કચેરી જેવી જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા આ 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લેવામા આવી હતી.

વિકાસ સપ્તાહ અંતર્ગત તા.૯મી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને પેટા કચેરીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામા આવશે. તો તા.૧૦મી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ ગ્રામ્ય કક્ષાએ પણ આ પ્રતિજ્ઞા લેવામા આવશે.
‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’
હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..
મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.
હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.
જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના નાગરિકો પણ આપ્રતિજ્ઞા લઈને, પોર્ટલ પરથી સર્ટિફિકેટ મેળવી શકશે.
#VikasSaptah #23yearofseva #23yearsofgrowth
Comments
Post a Comment