- Get link
- X
- Other Apps
ડાંગના આહવા તાલુકાના ગલકુંડમા યોજાયેલા 'સેવા સેતુ'ના કાર્યક્રમમાં ૨,૭૦૧ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો :
- Get link
- X
- Other Apps
ડાંગના આહવા તાલુકાના ગલકુંડમા યોજાયેલા 'સેવા સેતુ'ના કાર્યક્રમમાં ૨,૭૦૧ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો :
‘સેવા સેતુ કાર્યક્રમ’ દસમો તબક્કો, જિલ્લો ડાંગ
ડાંગના આહવા તાલુકાના ગલકુંડમા યોજાયેલા 'સેવા સેતુ'ના કાર્યક્રમમાં ૨,૭૦૧ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો :
સેવા સેતુ કાર્યક્રમમા ઘર આંગણે જ મહત્તમ સરકારી સેવાઓનો લાભ લેવા પ્રાંત અધિકારીશ્રીનો અનુરોધ
સેવા સેતુ કાર્યક્રમ દ્વારા જનજનને ઘર આંગણે મળી રહ્યા છે સરકારી સેવાઓના લાભ
(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા: તા: ૧૬: રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન છે. જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે ઉકેલાઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ, ગત તારીખ ૧૭મી સપ્ટેમ્બરથી રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ સેવા સેતુના દસમ તબક્કાના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો પ્રાંરભ કરવામા આવ્યો છે.
જે મુજબ તારીખ ૧૫મી ઓક્ટોબરના રોજ આહવા તાલુકાના ગલકુંડમાં 'સેવા સેતુ'નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની, ૫૫થી વધુ યોજનાઓનો ઘર આંગણે જ લાભ પુરો પાડવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગલકુંડ વિસ્તાર નજીકના કુલ ૫૯ ગામના ગ્રામજનોએ ભાગ લીધો હતો. અહિ મળેલ કુલ ૨,૭૦૧ અરજીઓનો ૧૦૦ ટકા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
'સેવા સેતુ' કાર્યક્રમથી સરકાર જ્યારે ઘરઆંગણે આવે છે ત્યારે, મહિલાઓ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, રોજગારલક્ષી પી.એમ. વિશ્વકર્મા યોજના, તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્માન કાર્ડ હેઠળ ઉપલબ્ધ રૂપિયા ૧૦ લાખ સુધીની તબીબી સારવાર માટેના કાર્ડ મેળવી લેવા પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા દ્વારા સ્થાનિક લોકોને ખાસ અપીલ કરવામા આવી છે.
આ યોજનાઓના લાભ માટેના આનુસંગિક પ્રમાણપત્રો, દસ્તાવેજો પણ, આ સેવા સેતુ કાર્યક્રમમા ઉપલબ્ધ હોવાથી, અરજદારોને એક જ સ્થળે વિવિધ સેવાઓ મળી રહેશે. આથી સરકારના આ હકારાત્મક કાર્યક્રમોનો વધુમા વધુ લાભ લેવા માટે, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયાએ પ્રજાજનોને અનુરોધ કર્યો છે.
ડાંગ જેવા દુર્ગમ પહાડી વિસ્તારમાંથી લોકો મુખ્ય મથક આહવા તેમજ અન્ય તાલુકા મથકે આવી ના શકતા હોય, અને સરકાર જ્યારે સેવા સેતુના કાર્યક્રમથી આપણા ગામમા જ પધારતી હોય ત્યારે, સ્થાનિક જિલ્લા/તાલુકાના સદસ્યો, સરપંચો, સભ્યો તેમજ જન પ્રતિનિધિશ્રીઓએ પણ સેવા સેતુમા પધારી, મહત્તમ લોકો તેનો લાભ લે તે માટે પણ પ્રાંત અધિકારીશ્રીએ વધુમા જણાવ્યુ હતુ.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment