Dang news: ડાંગી આદિવાસી મહિલા ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડ (એફ.પી.ઓ) ની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા યોજાઇ :
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૭: આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે તારીખ ૨૬મી સપ્ટેમ્બરના રોજ, ડાંગી આદિવાસી મહિલા ખેડૂત ઉત્પાદક કંપની લિમિટેડ-આહવાની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.
એફ.પી.ઓ.ની આ છઠ્ઠી વાર્ષિક સાધારણ સભામા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે, ડાંગી આદિવાસી ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડના ડિરેકટર શ્રીમતી કલાવતીબેન રાજેશભાઈ ભોયે ઉપસ્થિત રહ્યા હતા.
આ સભામા ડાંગી આદિવાસી ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડ, આહવાના બોર્ડ ઓફ ડિરેક્ટરની સર્વાનુમતે વરણી પણ કરવામા આવી હતી. સાથે આગામી વર્ષનુ આયોજન, ડાંગી આદિવાસી મહિલા ખેડૂત ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડના સી.ઈ.ઓ સેજલબેન દ્વારા વંચાણે લઇ, તેને બહાલી આપવામા આવી હતી.
વર્ષ ૨૦૨૩/૨૦૨૪મા આ કંપની દ્વારા એક કરોડ પચીસ લાખથી પણ વધુનો બિઝનેસ કરી, પાંચ લાખથી વધુનો નફો કરવામા આવ્યો છે. ત્યારે આગામી સમયમા કંપની આનાથી પણ વધારે નફો મેળવે, તે માટે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.
સાથે જ ડાંગી આદિવાસી મહિલા ખેડૂત ઉત્પાદક કંપની લિમિટેડ આહવાની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભામા ૮૭૫થી પણ વધુ સભાસદ જોડાયા હતા.
આ કાર્યક્રમમા કંપનીના ચેરમેન શ્રીમતી સીતાબેન જીવલભાઈ દેશમુખ, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સુમનબેન, બોર્ડ ઓફ ડિરેક્ટર અને પ્રમોટર તેમજ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમના એરીયા મેનેજર સુશ્રી અંજલીબેન ગામીત અને તેમની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment