Dang news : સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા સાફ સફાઇ હાથ ધરાઈ

 

'સ્વચ્છતા હી સેવા' અભિયાન-૨૦૨૪, જિલ્લો ડાંગ

-

Dang news : સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા સાફ સફાઇ હાથ ધરાઈ

-


(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. 


તારીખ ૨જી ઓક્ટબર-ગાંધી જંયતી  સુધી ચાલનારા આ અભિયાનમા જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો વિગેરેની સાફ સફાઇ સાથે વિવિધ સરકારી કચેરીઓની પણ સફાઈ હાથ ધરાઈ રહી છે. ત્યારે ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા પણ, જિલ્લા કચેરી સહિત સાપુતારા સ્થિત પ્રદર્શન કેન્દ્ર ખાતે વિશેષ સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી.


દરમિયાન જિલ્લા માહિતી કચેરી-આહવાનું પ્રાંગણ, ટ્યુબ લાઇટ અને પંખા, બારી દરવાજાઓ, રેકર્ડ રૂમ, સહિત સાપુતારા ખાતે આવેલ પ્રદર્શન કેન્દ્ર ખાતે પણ પ્રાંગણ, છત, બારી બારણાં, પંખાની વિગેરેની સાફ સફાઇ કરવામાં આવી હતી. 


આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરી, અનેકવિધ સ્વચ્છતાની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. 






Comments