Dang news : ઝાવડાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આજે ભારે વરસાદ નોંધાયો હતો. જેને પગલે વઘઇથી નજીક આવેલા ઝાવડા ગામમાં અતિભારે વરસાદના સમાચાર મળતા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે તાત્કાલિક ધટના સ્થળે દોડી જઇ, ગામની મુલાકાત લીધી હતી.

ઝાવડા ગામમાં સર્વત્ર પાણી ભરાઇ જતાં ગામમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિમાર્ણ થુયં હતુ. આ ગામની બે દુકાનોમાં સંપુર્ણ પાણી ભરાઇ જતાં દુકાનનો સામાન પાણીમાં તણાઇ ગયો હતો. શ્રી વિજયભાઇ પટેલે સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ, સાથે ગામની મુલાકાત લઈ નુકશાની અંગે સમીક્ષા હાથ ધરી હતી.
તેમજ નુકસાન પામેલા ઘર, દુકાનો, ખેતી વિગેરેનો સર્વે કરી તાત્કાલિક સહાય અને વળતર ચુકવણાં અંગે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતુ.
ધારાસભ્યશ્રી સાથેની આ મુલાકાત દરમિયાન વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, વઘઇ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી મિનાબેન પટેલ સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારી, કર્મચારીઓ સ્થાનિક આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
ઝાવડાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા:...
Posted by Info Dang GoG on Monday, September 2, 2024
Comments
Post a Comment