ડાંગ જિલ્લામા 'સેવા સેતુ' કાર્યક્રમનો પ્રારંભ કરાયો :

 

ડાંગ જિલ્લામા 'સેવા સેતુ' કાર્યક્રમનો પ્રારંભ કરાયો :

આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં યોજાયા 'સેવા સેતુ' કાર્યક્રમો :

(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા: તા: ૧૭ : વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે, રાજ્ય વ્યાપી સેવાના કાર્યક્રમનો પ્રારંભ થવા પામ્યો છે. 

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને સતત મળતો રહે, અને વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શિતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણુ સુનિશ્ચિત કરતા ‘સેવા સેતુ’ કાર્યક્રમના દસમા તબક્કાનો, રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ, તા.૧૭મી સપ્ટેમ્બરથી પ્રારંભ કરવામા આવ્યો છે. 

તારીખ ૧૭મી સપ્ટેમ્બર : વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદીના જનમ દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં મહાલપાડા ગામની પ્રાથમિક શાળા ખાતે, વઘઇ તાલુકામાં રંભાસ સ્થિત પ્રાથમિક શાળા ખાતે, અને સુબીર તાલુકામાં સાવરદા ગામની પ્રાથમિક શાળા ખાતે 'સેવા સેતુ'ના ક્રાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. 

કુલ ૩ ક્લસ્ટરમા આયોજિત ‘સેવા સેતુ’ કાર્યક્રમમા આહવા તાલુકાના મહાલપાડા ખાતે ૩૫ ગામો સાથે, વઘઇ તાલુકાના રંભાસ ખાતે આયોજિત કાર્યક્રમમા ૩૦ ગામો, અને સુબીર તાલુકાના સાવરદા ગામે આયોજિત કાર્યક્રમમા ૪૪ ગામોના ગ્રામજનોને, રાજ્ય સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની, ૫૫ થી વધુ યોજનાઓનો ઘર આંગણે લાભ લીધો હતો. 

આ ‘સેવા સેતુ’ કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત, સહિતના પદાધિકારીઓ સહિત, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા તેમજ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત અન્ય અધિકારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.




Comments