આહવા તાલુકાના ગાઢવી ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી કરાઇ :

 


આહવા તાલુકાના ગાઢવી ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી કરાઇ :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૮: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગાઢવી ગામે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની હોમ યજ્ઞ કરી ઉજવણી કરવામા આવી હતી. 

આ હોમ યજ્ઞ કર્યા બાદ, અહીં  યોગના જુદા જુદા આસનો કરાવવામા આવ્યા હતા. જે બાદ તમામ યોગીઓને ફ્રુટ્સ અને શીરાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. 


આગામી તારીખ ૨૯ સપ્ટેમ્બરના રોજ પ્રાથમિક શાળા નડગચોન્ડ ગામમા પણ યોગ શિબિરનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા બેરોજગાર યુવાઓને યોગ શિખવાડી, યોગ ટ્રેનર્સ બનાવવામા આવશે. આ સાથે જ, ડાંગ જિલ્લાના આયુર્વેદ ઉપર કામ કરતા વડીલોને સન્માનિત પણ કરવામા આવશે, તેમ ડાંગ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર સુશ્રી પ્રિયંકા ભોયે દ્વારા એક અખબારી યાદીમા જણાવ્યુ છે. 


Comments