સ્વચ્છતા હી સેવા : જિલ્લો ડાંગ
-
ડાંગ જિલ્લાના ૩૧૦ ગામોમા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સામૂહિક સોકપિટ કંપોસ્ટ પિટ વગેરે કામો તેમજ મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા
(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા: તા: ૨૪: “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ના ધ્યેય સાથે, તથા સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત ડાંગ જિલ્લામા પણ, અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ શરૂ કરવામા આવી છે.
જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયારના માર્ગદર્શન હેઠળ, સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અભિયાન અંતર્ગત, ગત તારીખ ૨૨મી સપ્ટેમ્બરના રોજ, ડાંગ જિલ્લાના ૩૧૦ ગામોમા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત, સામૂહિક સોક પિટ, કંપોસ્ટ પિટ તેમજ મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝન સાથે, ૧૬૦૦ જેટલા વ્યક્તિગત સોકપિટ, અને વ્યક્તિગત કંપોસ્ટ પિટના ૪૨૮ કામો, તેમજ SBM-G યોજનાના સામુહિક કમ્પોસ્ટ પિટn ૨૫૫ કામોનુ ખાતમુહૂર્ત, અને ૬ કામોનુ લોકાર્પણ, તથા સામુહિક સોકપિટના ૭૭૬ કામોનુ ખાતમુહૂર્ત, અને ૨૧ કામોનુ લોકાર્પણ તથા સેગ્રીગેસન સેડના ૭ કામોનુ ખાતમુહૂર્ત તાલુકા કક્ષાએથી તાલુકા પ્રમુખશ્રીઓ તેમજ અન્ય પદાધિકારીશ્રીઓના વરદહસ્તે કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમા સ્થાનિક સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકાના મનરેગાનો સ્ટાફ તેમજ SBM નો સ્ટાફ, સહિત મોટી સંખ્યામા ગ્રામજનોઆ કાર્યક્રમમા હાજર રહ્યા હતા.

Comments
Post a Comment