આહવામાં ટોબેકો ફ્રિ યુથ કેમ્પેઇન ૨.૦ નો પ્રારંભ

 આહવામાં ટોબેકો ફ્રિ યુથ કેમ્પેઇન ૨.૦ નો પ્રારંભ 



(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા: તા: ૨૫: ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ (NTCP) અંતર્ગત ૬૦ દિવસના ટોબેકો ફ્રિ યુથ કેમ્પેઇન ૨.૦ (Tobacco Free Youth Campaign 2.0)નો આહવા ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે.

તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ આહવાની સરદાર વિધ્યાલય ખાતે ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી મયનાબેન બાગુલ, તેમજ આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો શુભારંભ કરવામા આવ્યો હતો.  

આ પ્રસંગે શ્રી સુરેશભાઇ ચૌધરીએ તમાકુના વ્યસનથી થતા રોગોની જાણકારી આપી હતી. તેમજ નાની ઉંમરમાં જ બાળકોને વ્યસનની લત લાગવાની શરૂઆત ખોટી કુટેવો, સામાજિક શૈક્ષણિક, આર્થિક બાબતો અંગે વિસ્તતૃ ચર્ચા કરી હતી. 

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિંમાશુ ગામિત દ્વારા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ (NTCP) અંતર્ગત ૬૦ દિવસના ટોબેકો ફ્રિ યુથ કેમ્પેઇન ૨.૦ (TFYC) ના સમયગાળા દરમ્યાન ઓછામાં ઓછા ૩૦ આઇ.ઇ.સી. કેમ્પેઇન, ૧૬૦ જેટલા શૈક્ષણિક સંસ્થાઓને TOFEI અંતર્ગત આવરી લેવા, ૨૦ જેટલા ગામડાઓને તમાકુ મુક્ત કરવા તેમજ COTPA-2003 એક્ટ અન્વયે ૧૬ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જાહેર જન જાગૃતિની પ્રવૃત્તિઓ (IEC), ToFEI અનુપાલન પ્રવૃત્તિઓ, COTPA અને PECA ના અમલીકરણને વધારવા, તમાકુ મુક્ત ગામોની પહેલ અર્થે તેમજ સોશયલ મીડિયામાં IEC વધારવા જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. જેથી લોકોમાં વધુને વધુ જન જાગૃતિ કેળવી તેમને માર્ગદર્શન મળે તે માટેની માહિતી પણ આપી હતી. 

આ કાર્યક્રમ પ્રસંગે શાળાના વિધ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી વિજેતા વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા EC પોસ્ટર,પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. 

આ કાર્યક્રમ જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ, આહવાના એન.ટી.સી.પી.સો.વ. દ્વારા શાળાના આચાર્ય શ્રી મહેશ પઢિયાર તેમજ શિક્ષકોના સહકારથી કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો હતો.




Comments