આહવા પોલીસ ગ્રાઉન્ડ ખાતે 'સ્વતંત્રતા પર્વ’ ની ઉજવણી સંદર્ભે રિહર્સલ કાર્યક્રમ યોજાયો :

આહવા પોલીસ ગ્રાઉન્ડ ખાતે 'સ્વતંત્રતા પર્વ’ ની ઉજવણી સંદર્ભે રિહર્સલ કાર્યક્રમ યોજાયો : -
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૩: ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી બી.બી.ચોધરીના માર્ગદર્શન હેઠળ તા.૧૩મી ઓગસ્ટે સવારના ૯ કલાકે, આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે '૭૮ માં સ્વતંત્રતા પર્વ’ ની ઉજવણી સંદર્ભે રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનિય છે કે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના હસ્તે, તારીખ ૧૫ મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાનો ‘ધ્વજવંદન' કાર્યક્રમ આહવા ખાતે યોજાનાર છે. ત્યારે કાર્યક્રમની પુર્વ તૈયારીના ભાગરૂપે અહિં રિહર્સલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પરેડ નિરીક્ષણ, તેમજ શાળાના બાળકો દ્વારા રજુ થનાર દેશભક્તીને લગતાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવ્યું હતુ.

આહવા પોલીસ ગ્રાઉન્ડ ખાતે 'સ્વતંત્રતા પર્વ’ ની ઉજવણી સંદર્ભે રિહર્સલ કાર્યક્રમ યોજાયો : - (ડાંગ માહિતી બ્યુરો): આહવા:...

Posted by Info Dang GoG on Tuesday, August 13, 2024

Comments