સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજાઇ:
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૩: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે ગત તારીખ ૧૦મી ઓગસ્ટના રોજ ‘સ્વાતંત્ર દિન’ની ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે ત્રિરંગા યાત્રા, રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, તિરંગા ગીતો, ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા ગામના આગેવાનો, SMDCના સભ્યો, પ્રાથમિક શાળાના વિધાર્થીઓ અને શિક્ષક ગણ તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે, રાષ્ટ્રધ્વજ લહેરાવી ત્રિરંગા યાત્રા દ્વારા લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો.
Comments
Post a Comment