- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ડાંગ જિલ્લાની શાળાઓ તેમજ આંગણવાડીઓમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ :
(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૨૫: ડાંગ જિલ્લાની શાળાઓ તેમજ આંગણવાડીઓમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં આશ્રમ વિદ્યાલય આહવા ખાતે બ્રહ્માકુમારી સંસ્થાનાં સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વાંગણ પ્રાથમિક શાળામાં પણ બાળકો, શિક્ષકો, વાલીઓ, અને SMC સભ્યોની ઉપસ્થિતમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ હતી.
આ ઉપરાંત ડાંગ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પણ નાના ભૂલકાઓ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિતે મટકી ફોડનાં કાર્યક્રમો યોજી, હર્ષોઉલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
- Get link
- X
- Other Apps




Comments
Post a Comment