સાપુતારાના મોન્સુન ફેસ્ટિવલમાં સાંસદશ્રીનાં હકારાત્મક અભિગમથી સ્થાનિક કલાકાર વૃંદે કૃતિ રજુ કરી
(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૧૭ : ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલા 'મોન્સુન ફેસ્ટિવલ' દરમિયાન સ્થાનિક/ડાંગ જિલ્લાના કલાકારોનો કાર્યક્રમોમાં સમાવેશ કરવા બાબતની રજૂઆત બાદ, લોકસભાના દંડક-વ-વલસાડ/ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલનાં હકારાત્મક અભિગમને કારણે, સ્થાનિક કલાવૃંદ દ્વારા કાર્યક્રમોની રજૂઆત થવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત સાપુતારાના 'મોન્સુન ફેસ્ટિવલ'માં, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા, ખાસ કરીને શનિ/રવિની રજાઓના દિવસો દરમિયાન, ડાંગ સહિત આસપાસના જિલ્લાઓની વિવિધ કૃતિઓ, કાર્યક્રમોની રજૂઆતનું આયોજન કરાયું હતું. જેમાં અન્ય જિલ્લાની સરખામણીએ ડાંગ જિલ્લાના કલાકારોને ઓછું કામ, મહત્વ મળતુ હોવાની ઉઠેલી માંગ બાદ, સાંસદશ્રી સમક્ષ આ બાબત આવી હતી. જેમના હકારાત્મક અભિગમને કારણે, સાપુતારાની એકલવ્ય ગર્લ્સ રેસિડેંશિયલ સ્કૂલના વિદ્યાર્થી એવા ત્રીસ જેટલા કલાકારોએ, તેમનામાં રહેલી કળા પ્રતિભાના ઓજસ પાથરતા, તા.૧૬મી ઓગસ્ટના રોજ બે કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. જેનો ઉપસ્થિત પ્રેક્ષકોએ લાભ લીધો હતો. તેમ શાળા સંચાલકો દ્વારા જણાવાયુ છે.
Gujarat InformationCMO GujaratVijaybhai PatelManojsinh KhengarKuvarji Halpati
Comments
Post a Comment